Sincerely,
"અંગ્રેજી એ માત્ર એક ભાષા છે, કોઈ જ્ઞાન નથી.' તેથી જ ગુજરાતી ભાષામાં બાળકોનો આત્મવિશ્વાસ વધારી શકીએ, તેમને પ્રોત્સાહિત કરી શકીએ અને બાળકોની પ્રતિભાને ખીલવી શકીએ તેમજ બાળક પોતાનું જ્ઞાન અને અનુભવો નિઃસંકોચ બધા સમક્ષ વ્યક્ત કરી શકે એ જ મારો અને અમારી શાળાનો ધ્યેય છે. આજના સમયના વાલીઓની મહત્ત્વકાંક્ષાને ધ્યાનમાં લઈ બાળક અંગ્રેજી ભાષામાં બોલી શકે તેની સાથે જ પોતાની માતૃભાષામાં શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરે એવો મારો અને અમારી શાળાનો પ્રયત્ન રહેશે.
Sincerely,